Sunday, April 20, 2025

મોરબીના આમરણ અને વાંકાનેરના કોઠી પ્રા. આરોગ્ય કેન્દ્ર ખાતે કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મોરબી દ્વારા GCRI અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા.૨૩/૦૪/૨૦૨૫ બુધવારના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ખાતે અને તા.૨૪/૦૪/ ૨૦૨૫ ગુરુવારના રોજ મોરબી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણ ખાતે સવારે ૯-૩૦ વાગ્યાથી બપોરે ૧-૩૦ વાગ્યા સુધી વિવિધ પ્રકારના કેન્સરના રોગ અંગેના નિદાન અને સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ સ્ક્રીનીંગ કેમ્પમાં GCRI અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ થી વિવિધ કેન્સર રોગના સ્પેશ્યાલીસ્ટ ડોકટર સેવા આપશે અને જરૂર જણાયે દર્દીઓની આગળની તપાસ કે સારવાર માટે રીફર કરવામાં આવશે. તેથી મોરબી જિલ્લાની તમામ જાહેર જનતાને આ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનો બહોળી માત્રામાં લાભ લેવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે. શ્રીવાસ્તવ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર