Sunday, December 22, 2024

મોરબીના અમરનગરમા વેપારીને ડીલરશીપની લાલચ આપી ઓનલાઈન રૂ.41.71 લાખની છેતરપીંડી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના અમરનગર ગામે વેપારીને હિન્દુસ્તાન યુનીલીવર લીમીટેડ કંપનીની ડિલરશીપ આપવાની લોભામણી લાલચ આપી વેપારીને ખોટી ડિલરશીપ મંજૂર કરી વેપારી પાસેથી રૂ.૪૧,૭૧,૫૦૦ રોકાણ કરાવી રૂપિયા પરત નહીં આપી છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના જુના સાદુળકા ગામના વતની અને હાલ મોરબીના અમરનગર ગામે રહેતા અને વેપાર કરતા સહદેવસિંહ હલુભા ઝાલા (ઉ.વ.૩૨) એ આરોપી મોબાઇલ ધારકો (૧) ૮૫૮૫૦૪૨૫૭૩ તથા (૨) ૯૦૩૮૨ ૦૭૩૧૫ તથા (૩) Utkarsh small finance બેંક એકાઉન્ટ નંબર 1408017645948701 તથા (૪) Kotak BANK એકાઉન્ટ નંબર 3048619142 તથા (૫) Union bank એકાઉન્ટ નંબર 529602010009665 ના ધારક વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીના ફેસબુક એકાઉન્ટ Sahdevsinhzala નામના એકાઉન્ટમાં હિન્દુસ્તાન યુનીલીવર લીમીટેડ કંપનીની જાહેરાત આવેલ હોય જે જાહેરાત ફરીયાદિએ ઓપન કરતા ફરીયાદિના ઇ-મેલ આઇ.ડી [email protected] ઉપર [email protected] [email protected] પરથી ઇ-મેલ આવેલ અને આરોપીઓએ ઇ-મેલમાં ફરીયાદિને જણાવેલ કે તમારે હિન્દુસ્તાન યુનીલીવર લીમીટેડ કંપનીની ડીલરશીપ લેવાની હોય તો ઇ-મેલમાં મોકલેલ ફોર્મ ભરીને મોકલો જેથી ફરીયાદિએ પોતાની પત્ની સાહેદ શીતલબા સહદેવસિહ ઝાલાના નામે ફોર્મ ભરી ઇ-મેલથી મોકલી આપેલ હતુ.

તેમજ આ ફોર્મમાં રૂ ૫૦,૦૦,૦૦૦/- ડીલરશીપ પેટે રોકાણ કરવાનું જણાવેલ હોય ત્યારબાદ [email protected] પરથી ફરીયાદિનાના ઇ-મેલ આઇ.ડી પર મેલ આવેલ અને ફરીયાદિને જણાવેલ કે તમારી શીતલબા સહદેવસિહ ઝાલાના નામે ડીલરશીપ મંજુર થઇ ગયેલ હોય તો તમે તમારા ઇ-મેલ આઇ.ડી.માં મોકલેલ ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેંકના એકાઉન્ટ નંબર ૧૪૦૮૦૧૭૬૪૫૯૪૮૭૦૧ વાળા ખાતામાં રોકાણ પેટે રૂ,૫૦,૦૦,૦૦૦/- જમા કરવાનુ જણાવી જેથી ફરીયાદિએ હા કહેતા આરોપોઓએ ફરીયાદીને લોભામણી લાલચ આપી ફરીયાદિનો વિશ્વાસ કેળવી ફરીયાદીને ડીલરશીપ મંજુર થઇ ગયેલ હોવાનું ખોટુ જણાવી ફરીયાદિને અલગ અલગ તારીખે આરોપીઓના બેંક એકાઉન્ટમાં રૂ ૪૧,૭૧,૫૦૦/- નું રોકાણ કરેલ હોય અને આરોપીઓએ ફરીયાદિને બાકીના રૂપીયા ભરશો તો જ ડીલરશીપ મળશે જેથી ફરીયાદિએ અવારનવાર મોબાઇલ ફોન દ્રારા કહેલ કે મે રોકાણ કરેલ રૂ ૪૧,૭૧,૫૦૦/- મને પરત આપી દો તેમ જણાવતા છતા આરોપીઓએ ફરીયાદિના રોકાણ કરેલ રૂપીયા આજદીન સુધી પરત નહી આપી ફરીયાદિ સાથે છેતરપીંડી કરી રૂપિયા પડાવી લીધા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર