મોરબીમાંથી વિદેશી દારૂની બોટલ એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી નવલખી રોડ યમુનાનગર થી ગોરખીજડીયા રોડ તરફ જતા રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી નવલખી રોડ યમુનાનગર થી ગોરખીજડીયા રોડ તરફ જતા રોડ પરથી આરોપી જીગ્નેશભાઈ ઉર્ફે જીગો રોહિતભાઈ ચાવડા ઉ.વ.૩૫ રહે. નવલખી રોડ યમુનાનગર -૦૨ શેરી નં -૦૨ મૂળ રહે. નાની બરાર તા. માળિયા (મી) વાળા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૩૪૦ નો મુદ્દામાલ મળી આવતા આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.