Wednesday, January 15, 2025

મોરબીમાંથી વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે ત્રણ ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના મહેન્દ્રનગર ઘુંટુ રોડ વીવા સ્પાની બાજુમાં બાઈકમાથી ઈંગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન મોરબીના મહેન્દ્રનગર ઘુંટુ રોડ વીવા સ્પાની બાજુમાં આરોપીઓએ પોતાના કબ્જા ભોગવટા વાળા હોન્ડા કંપનીના લિવો મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-જે-૪૮૫૩ કિં રૂ. ૨૫૦૦૦ વાળામા રાખેલ બીયર ટીન નંગ -૨૧ કિં રૂ.૨૧૦૦ તથા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૮ કિં રૂ. ૨૪૦૦ મળી કુલ કિં રૂ.૨૯,૫૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી અમ્રુતસિહ ઉર્ફે ઓમદેવસિંહ દાનુભા જાડેજા ઉ.વ.૩૨ રહે- ભાગ્યલક્ષ્મી સોસાયટી હનુમાનજીના મંદીર પાસે તા.જી. મોરબી મુળરહે- હાટાટોડા તા.ધ્રોલ, હિતેષભાઇ હસમુખભાઇ ખરચીયા ઉ.વ.૩૦ રહે- જુની પીપળી ક્રુષ્ણ ભગવાનના મંદીર પાસે તા.જી. મોરબી મુળરહે- નવા ઘાંટીલા તા. હળવદ, પ્રવિણભાઇ કેશુભાઇ પરમાર ઉ.વ.૨૮ રહે- રામકો વિલેજ હનુમાનજીના મંદીરની પાછળની શેરીમા મુળ રહે- સરવા તા.જી.બોટાદ વાળાને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર