મોરબીમાંથી વિદેશી દારૂ અને બીયર ભરેલ અલ્ટો કાર ઝડપાઈ; આરોપી ફરાર
મોરબી: મોરબીના છાત્રાલય રોડ ચંદ્રેશનગર મેઇન રોડ પર નિલકંઠ સોસાયટી પાસેથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ભરેલ અલ્ટો કાર મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા છાત્રાલય રોડ ચંદ્રેશનગર મેઇન રોડ પર નિલકંઠ સોસાયટી પાસે અલ્ટો કાર રજીસ્ટર નંબર -જીજે-૦૩- સીઆર-૦૬૫૩ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૯ તથા બીયર ટીન નંગ -૨૪ મળી કુલ કિં રૂ. ૨૬,૧૨૫ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ.૧૦૦૦ તથા અલ્ટો કાર કિં રૂ. ૧,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૧,૨૭,૧૨૫ નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જ્યારે રેઇડ દરમ્યાન આરોપી બળવંતભાઈ ગોવિંદભાઈ ચાવડા રહે. નિલકંઠ સોસાયટી છાત્રાલય રોડ મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.