મોરબીમાંથી વિદેશી દારૂની 48 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
મોરબીના સામાકાંઠે લખધીરપુર રોડ સાહેબ સીરામીક જવાના રસ્તા પાસે બાવળની કાંટમાથી વિદેશી દારૂની ૪૮ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે લખધીરપુર રોડ સાહેબ સીરામીક જવાના રસ્તા પાસે બાવળની કાંટમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૪૮ કિં રૂ. ૨૮૬૫૬ ના મુદ્દામાલ સાથે આરોપી વિશાલભાઈ ઉર્ફે વિશુ ચંદુભાઈ ઉધરેજા (ઉ.વ.૨૨) રહે. થાન ફુલવાળી શાળા નંબર -૦૭ ની બાજુમાં તા. થાન જી. સુરેન્દ્રનગરવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.