Thursday, March 20, 2025

મોરબીમાંથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરના જેલ રોડ પર વાઘપરા નાકા પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે ફરાર દર્શાવી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના જેલ રોડ પર વાઘપરા નાકા પાસે આરોપીએ પોતાના હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-બીએલ-૬૮૧૩ જેની કિંમત રૂ. ૨૫,૦૦૦ વાળામા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૩૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી પ્રતીકભાઇ દીલીપભાઇ સોનાગ્રા (ઉ.વ.૩૨) રહે. જેલ રોડ વાઘપરા નાકા પાસે મોરબીવાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ બ્રીજરાજસિંહ ક્રુષ્ણસિંહ ઝાલા રહે. પરસોત્તમ ચોક મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે બંને ઈસમો વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર