મોરબીમાંથી વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીના ઉમા ટાઉનશિપ સામે અરૂણાદય સર્કલ નજીક રોડ પરથી વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઉમા ટાઉનશિપ સામે અરૂણાદય સર્કલ નજીક રોડ પરથી આરોપી નિલેષભાઈ પ્રકાશભાઇ જોબનપુત્રા (ઉ.વ.૨૩) રહે. ભારતનગર મફીતીયાપરા સર્કીટ હાઉસ સામે મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૪ કિં રૂ.૧૨૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.