મોરબીમાંથી બે વર્લી ભક્ત ઝડપાયાં
મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસેથી અને મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાંથી વર્લી ફિચરના આંકડાનો જુગાર રમતા બે ઈસમોને પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી પાસે વર્લી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતા એક ઈસમ ધરમશીભાઇ ઉર્ફે રાજુભાઇ ગણેશીયા (ઉ.વ.૨૭) રહે. ત્રાજપર ચોરાવાડી શેરી મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૫૫૦ ના મુદ્દામાલ સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં કોરલ સિરામિકની સામે બાવળની કાંટમા જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતો ઈસમ જીગ્નેશભાઈ રાજુભાઇ ચૌહાણ (ઉ.વ.૩૨) રહે. ભડીયાદ રોડ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.