મોરબીમાંથી છ બીયર ટીન સાથે બે ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ ટી.કે. હોટેલની બાજુમાં ૬ નંગ બીયર ટીન સાથે બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે આવેલ ટી.કે. હોટેલની બાજુમાંથી આરોપી કુલદીપભાઈ પટેલ (ઉ.વ.૨૬) રૂચીત પટેલ રહે.મોરબીવાળા પાસેથી બીયર ટીન નંગ -૦૬ કિં રૂ.૬૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા બંને આરોપીઓને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.