મોરબીમાંથી સગીરવયના બાળકનુ અપહરણ કરનાર મહિલા કેશોદથી ઝડપાઈ
મોરબી : ગઇ તા.૨૫/૦૮/૨૦૨૪ ના બપોરના સમયે ફરીયાદીનો સગીરવયનો ઉ.૧૩ વર્ષ ૭ માસ નો દિકરો ફરીયાદીએ તેની મોબાઇલની દુકાનેથી અન્ય દુકાને સીમકાર્ડની પીન લેવા સારૂ મોકલતા ફરીયાદીનો દિકરો સાંજ સુધી પરત આવેલ નહી જેથી ફરીયાદીએ મોરબી શહેરમાં તેમજ તેમના વતનમાં તપાસ કરતા તેમનો દિકરો મળી આવેલ ન હતો જેથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદીની ફરીયાદ લઇ બી.એન.એસ કલમ.૧૩૭(૨) મુજબ ગુનહો રજીસ્ટર કરવામાં આવેલ હતો.
બાદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી સ્થાનિક દુકાનોના સી.સી.ટી.વી ફુટેજ તેમજ મોરબી શહેરમાં લગાવવામા આવેલ “નેત્રમ” પ્રોજેકટ હેઠળના સી.સી.ટી.વી કેમેરા ચેક કરતા ખોવાયેલ છોકરો એક સાધ્વી મહીલા સાથે જતો જોવામા આવેલ હતો જેથી ખાનગીરાહે ચોક્કસ બાતમી મળેલ કે આ સાધ્વી હાલમાં જુનાગઢ, પરબાધામ તેમજ અલગ અલગ આશ્રમો તેમજ ધર્મશાળાઓમા આશ્રય લેતી ફરે છે. જેથી એક ટીમને જુનાગઢ બાજુ તપાસમા રવાના કરવામાં આવેલ હતી અને ત્યા જેટલા આશ્રમો તેમજ ધાર્મીક સ્થળો હોય ત્યા ચેક કરી માહીતી મેળવતા આ અપહરણ થયેલ સગીરવયનો છોકરો તથા આરોપી સાધ્વી જુનાગઢના કેશોદ તાલુકામાથી મળી આવેલ હતા અને ત્યાથી આરોપી તથા સગીરવયના બાળકને પોલીસ સ્ટેશન ખાતે લાવી સગીરવયના બાળકની મેડીકલ તપાસણી કરી તેમના વાલીવારસને સોપી આપવામા આવેલ છે. તેમજ આરોપી આશાબેન ઉર્ફે સમીરાનંદ ઉર્ફે શ્રધ્ધાનંદ મોહનભાઇ ભીલ ઉ.વ.૪૨ રહે. નીચાકોટડા તા. મહુવા જી.ભાવનગર તથા માંડવી ડોનપાટીયા આશાપુરા આશ્રમ જી.કચ્છવાળી સ્ત્રીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.