મોરબીમાંથી પકડાયો વધુ એક મુન્નાભાઇ MBBS
બોગસ તબીબ વિરૂદ્ધ કરાઈ કાયદેસરની કાર્યવાહી
મોરબી: એકબાદ એક બોગસ ડોક્ટરો પકડાવાનો સિલસીલો બંધ થવાનું નામ નથી લઇ રહ્યુ ત્યારે મોરબીના પંચાસર ચોકડી નજીક મહાવિરનગરમા આરોપી દર્દીઓને કોઈ જાતની ડિગ્રી વગર મેડીકલ પ્રેક્ટીસ કરતા બોગસ તબીબને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે આ બોગસ તબીબ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી પંચાસર ચોકડી નજીક મહાવીરનગરમા આરોપી દર્દીઓને કોઇજાતની ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરી એલોપેથી દવા આપી માનવ જીંદગી સાથે ચેડા કરતો હોય તેવી બાતમી મળતા મોરબી વાવડીરોડ ઉપર આવેલ શહેરી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ના મેડીકલ ઓફીસરને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી પોતાના ઘરે ફળીયામા આવેલ અલગ રૂમમા દવાખાનુ કોઇપણ જાતની ડીગ્રી વગર ચલાવી અલગ અલગ એલોપેથી દવાઓ બાટલો, ઇન્જેકશનો રાખી કુલ મુદામાલ કી.રૂ.૧૮૭૬૨/- સાથે મળી આવતા આરોપી અશ્વીનભાઈ વેલજીભાઈ નકુમ ઉ.વ.૩૫ રહે.મોરબી પંચાસર રોડ દોશી હાઇસ્કુલની બાજુમા મહાવીરનગરવાળા વિરુધ્ધ બી.એન.એસ કલમ ૧૨૫ તથા ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ ૩૦,૩૩ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.