મોરબીમાંથી મોંઘીદાટ વિદેશી દારૂની નવ બોટલ સાથે એક ઝડપાયો; એક ફરાર
મોરબી શહેરમાં દારૂનો ધંધો એટલો ફુલ્યો ફાલ્યો છે કે જે બ્રાન્ડની બોટલ તમે માગો તે બ્રાન્ડની બોટલ બુટલેગરો હાજર કરી દે છે મોરબી શહેરમાં દર અઠવાડિયે ઘણો બધો વિદેશી દારૂ ઝડપાય છે તો આ આવે છે ક્યાંથી શું પોલીસ નહી જાણતી હોય ત્યારે મોરબીના જેલ ચોક આગળ વણકરવાસમાં જવાના રસ્તા પાસે રોડ પરથી મોંઘીદાટ વિદેશી દારૂની નવ બોટલ સાથે એક ઈસમને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના જેલચોક આગળ વણકર વાસ જવાના રસ્તા પાસે રોડ પર વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-૦૯ કિં રૂ.૧૪૯૩૭ ના મુદ્દામાલ સાથે આરોપી યાશીન સિદીકભાઈ કુરેશી (ઉ.વ.૨૨) રહે. મતવા વાસ ગેબનશા પીરની દરગાહ પાસે મોરબીવાળાને પોલીસે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ નાગોરી ઇમ્તિયાઝ હનીફભાઇ રહે. વાંકાનેરવાળાનુ નામ ખુલતા પોલીસે ફરાર દર્શાવી બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.