Monday, October 21, 2024

મોરબીમાંથી કોપર વાયર ચોરી કરતી ગેંગના પાંચ ઇસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના અલગ અલગ વિસ્તારોમાંથી કોપર વાયર ચોરી કરતી ગેંગને કુલ ૧,૯૦,૦૦૦/- મુદામાલ સાથે ચોરી કરેલ કોપર/કેબલ વાયર ભરેલ સી.એન.જી રિક્ષા સાથે પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી તાલુકા પોલીસને સંયુકતમા બાતમી મળેલ કે એક સી.એન.જી રિક્ષા નંબર GJ-03-AW-7021 વાળી ચોરી કરેલ કોપર વાયર / કોપર કેબલ ભરી ઘુંટુ રોડ સોના સીરામીક સામે થી નીકળનાર છે જે બાતમીના આધારે તે જગ્યાએ વોંચ તપાસ દરમ્યાન બાતમીવાળી સી.એન.જી રીક્ષા રજી. નં.GJ-03-AW-7021 વાળી નિકળતા જે ચેક કરતા તેમાં પાંચ ઇસમો કોપર વાયરના જથ્થા સાથે મળી આવતા ઇસમોને કોપરના વાયરના જથ્થાનો આધાર પુરાવા કે બિલ પુરાવા માંગતા તેમની પાસે કોઇ આધાર પુરાવા કે બિલ ન હોય જેથી મળી આવેલ કોપરનો વાયરના જથ્થા તથા ઓટોરીક્ષા રજી.નં.GJ-03-AW-7021 વાળીને બી.એન.એસ.કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી આરોપી જીતેન્દ્રભાઇ જીવાભાઇ પરમાર રહે-મયારી તા.કુતીયાણ જી.પોરબંદર ( રિક્ષા ચાલક ), વિક્રમભાઇ કૈલાશ અંબલીયાર રહે-હાલે ત્રાજપર ખારી, તા.જી.મોરબી મુળ રહે- સુહાના તા.ગંદવાની જી.ધાર એમ.પી., અમજદભાઇ ફકીરમહંમદભાઇ પઠાણ રહે.પાડાપુલ નીચે નદીમાં મોરબી મુળગામ- રાણાપુર તળાવ ફલીયા જી.જાંબવા, રૂપસિંગ ઉર્ફે દિલીપ પારસિંગ ભુરીયા રહે.પાડાપુલ નીચે નદીમાં મોરબી મુળગામ—મદનકુઇ ગામ એક નંબર ફળીયુ તા.રાણાપુર જી.જાંબવા (એમ.પી ), વિરેનભાઇ વિજયભાઇ રાઠોડ રહે-નટરાજ ફાટક ઝુપડ્ડામાં મોરબી મુળ રહે-ચંન્દ્રશેખર આઝાદનગર (ભાવરા) તા.જી. અલીરાજપુર એમ.પી.વાળાની અટક કરી ઇસમોની પુછપરછ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર ના અલગ-અલગ કારખાના માં કોપર/ ઇલેકટ્રીક કેબલ વાયરની ચોરી ની કબુલાત આપતા હોય તેમજ તપાસ દરમ્યાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર માં અલગ-અલગ જગ્યાએ ચોરી કરેલ કોપર/ ઇલેકટ્રીક કેબલ વાયર ૧૮૦ કિલો કિં રૂ. ૯૦,૦૦૦ તથા સેનજી રીક્ષા મળી કુલ કિં રૂ. ૧,૯૦, ૦૦૦ ના મુદ્દામાલ કબ્જે કરેલ છે તેમજ તપાસ દરમ્યાન ચોરીનો માલ રાખનાર ઈસમ ગુલામભાઇ જુસબભાઇ ખોલુરા રહે.ફુલગલી મોરબીવાળાનુ નામ ખુલતા તમાંમ વિરુદ્ધ આગળની તપાસ એ.એસ.આઇ એસ.વી સોલંકી ચલાવી રહેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર