મોરબીમાંથી જુગાર રમતા ત્રણ મહીલા સહિત પાંચ ઝડપાયા
મોરબી: મોરબીના ત્રાજપર ચોરા વાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડીવીજન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન બાતમી મળતા બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના ત્રાજપર ચોરા વાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઈસમો ગોપાલભાઇ પ્રાગજીભાઇ સોલંકી ઉ.વ.૭૨ રહે. શ્રીજી પાર્ક વાવડી રોડ મોરબી, વિવેકભાઇ ઉમેશભાઇ સોલંકી ઉ.વ.૩૦ રહે. સમજુ બા સ્કુલ વાળી શેરી નાની વાવડી મોરબી, જયશ્રીબેન પ્રવિણભાઇ વરાણીયા ઉ.વ.૩૫ રહે. ત્રાજપર બેંકવાળી શેરી મોરબી, હંસાબેન કેસાભાઇ વરાણીયા ઉ.વ.૪૦ રહે. ત્રાજપર ચોરા વાળી શેરી મોરબી, શારદાબેન કાંતીલાલ પાડલીયા ઉ.વ.૪૩ રહે. સિલ્વર સોસા. જુના ઘુંટુ રોડ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૦,૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.