મોરબીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર
મોરબી: મોરબી વાવડી રોડ સ્વામિનારાયણ પાર્ક આરોપીના રહેણાંક મકાનમાં સામેથી મોટરસાયકલમાથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી વાવડી રોડ સ્વામિનારાયણ પાર્કમાં રહેતા આરોપી રેખાબેન લલિતભાઈ વઘોરાના રહેણાંક મકાનમાં સામેથી જ્યુપીટર મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-36-AH-0044 કિં રૂ. ૫૦૦૦૦ વાળામા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૦ કુલ કિં રૂ.૫૦૮૫ તથા કુલ કિં રૂ. ૫૫૦૮૫ નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો જ્યારે આરોપી રેખાબેન લલિતભાઈ વઘોરા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.