મોરબીમાથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીમાં સો-ઓરડી મેન રોડ પરથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં સો-ઓરડી મેન રોડ પરથી આરોપી જીગ્નેશભાઈ મનસુખભાઇ મહેમદાવાદી (ઉ.વ.૨૩) રહે. સો – ઓરડી શેરી નં -૦૨ મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ. ૧,૦૫૦ નો મુદ્દામાલ મળી આવતા આરોપીને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.