મોરબીમાંથી ઈંગ્લીશ દારૂના ચપલા સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ આસ્વાદ પાન પાસેથી જાહેરમાં ઈંગ્લીશ દારૂના ત્રણ ચપલા સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ આસ્વાદ પાન પાસેથી જાહેરમાં આરોપી રફીકભાઈ નુરમામદભાઈ જામ (ઉ.વ.૩૨) રહે. જોન્સનગર શેરી નં -૦૮ મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂના ચપલા નંગ -૦૩ કિં રૂ. ૩૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.