મોરબીમાંથી વિદેશી દારૂની બે બોટલ સાથે બે ઝડપાયાં
મોરબી: મોરબી મચ્છીપીઠમાથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે બે આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં શેરીએ ગલીમાં દારૂનુ વેચાણ થતુ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મચ્છીપીઠ વિસ્તારમાંથી આરોપી સાહિલભાઈ સલીમભાઈ મોવર (ઉ.વ.૧૯) તથા અલીમહમદભાઈ રહીમભાઈ કટીયા (ઉ.વ.૨૫) રહે. બેંને મચ્છીપીઠ મોરબીવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ.૬૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.