મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી નેશનલ હાઇવે રોડ પર આવેલ ઇમ્પેરીયલ હોટલ બાજુમાંથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી નેશનલ હાઇવે રોડ પર આવેલ ઇમ્પેરીયલ હોટલ બાજુમાં આરોપી હરદેવભાઈ ઉર્ફે સાગર હરેશભાઈ બારડ (ઉ.વ.૨૩) રહે. મચ્છુમાના મંદિર પાસે દરબાર ગઢ મોરબી વાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ. ૨૪૬૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.