Friday, September 20, 2024

મોરબીમાંથી 96 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ મદીના પેલેસના પાર્કીંગમાંથી ઈંગ્લીશ દારૂની ૯૬ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે મોરબી અયોધ્યાપુરી રોડ પર આવેલ મદીના પેલેસના પાર્કીંગમાં રેઇડ કરતા પાર્કીંગમાથી વિદેશીદારૂ ની બોટલ નંગ-૯૬ કી.રૂ.૩૬૯૬૦/- ના મુદામાલ સાથે મુસ્તાકભાઇ જુસબભાઇ કટીયા ઉ.વ.૨૧ રહે. મોરબી મચ્છીપીઠ ઇદગાહ રોડ મચ્છુમાની જગ્યા સામે મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જ્યારે અન્ય એક ઈસમ સલીમ જુસબભાઇ કટીયા રહે.મોરબી મચ્છપીઠ ઇદગાહ રોડ મચ્છુમાની જગ્યા સામે મોરબીવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર