મોરબીમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી વાવડી રોડ શક્તિધામ મંદિર સામે બાવળની કાંટમાંથી ઈંગ્લીશ દારૂના – ૪૮ ચપલા સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ હાઉસીંગ બોર્ડ ગરબી ચોકમાં રહેતા આરોપી ભાવીનભાઇ કાનજીભાઇ મકવાણા (ઉ.વ.૨૪) એ મોરબી વાવડી રોડ શક્તિધામ મંદિર સામે બાવળની કાંટમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂના ચપલા નંગ -૪૮ કિં રૂ. ૪૮૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ.૧૨૦૦ મળી કુલ કિં રૂ. ૬૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ સલીમ જુસબભાઈ કટીયા રહે. ઇદ મસ્જીદ રોડ મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.