મોરબીમાં યુવકને ચાર શખ્સોએ માર માર્યો
મોરબી: મોરબીના સકત માતા મંદિર પાસે વણકર વાસમાં યુવકને ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો જ્યારે યુવકને છોડાવવા તેની બંને દિકરીઓ વચ્ચે પડતાં તેમને પણ માર માર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી ચારે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી સકત માતા મંદિર પાસે સકત શનાળા વણકર વાસમાં રહેતા અમરશીભાઈ પુંજાભાઈ સોલંકી (ઉ.વ.૪૦) એ આરોપી પ્રશાંત વાઘેલા, નિખિલ વાઘેલા, સિધ્ધરાજ વાઘેલા તથા ધવલ વાઘેલા રહે. મોરબી સકત માતા મંદિર પાસે સકત શનાળા વણકર વાસ તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૧-૦૬-૨૦૨૩ નાં રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં ફરીયાદી તથા તેમની બંન્ને દીકરીઓ સાથે આરોપીઓને સામા મળતા આરોપી પ્રશાંત તથા આરોપી નિખીલએ ફરીયાદી સાથે લાતો ઢીંકા પાટુનો માર મારવા લાગેલા તેવામાં આ લોકોનું ઉપરાણુ લઈ આરોપી સિધ્ધરાજ તથા આરોપી ધવલના હાથમાં રહેલ ડંડાથી ફરીયાદીને માર મારવા લાગેલ તેવામાં ફરીયાદીની દીકરી ગીતાબેન તથા ફરીની નાની દીકરી માનશીબેન એમ બંન્ને બહેનો વચ્ચે પડી ફરીયાદીને છોડાવવા જતા આરોપી નિખિલ તથા આરોપી ધવલએ તેના હાથમાં રહેલ દંડાથી ફરીયાદીની દીકરી ગીતાબેનને માર મારવા લાગેલા અને તેવામાં વચ્ચે ફરીની નાની દીકરી છોડાવવા જતા તેને પણ આરોપી પ્રશાંત તથા આરોપી સિધ્ધરાજએ ઢીંકા પાટુનો માર મારતા મુંઢ ઈજા કરી ગાળો આપી હોવાની ભોગ બનનાર યુવક અમરશીભાઈએ ચારે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૧૧૪, તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.