મોરબીમાં યુવકને ત્રણ શખ્સોએ લોખંડના સળિયા વડે મારમાર્યો
મોરબીના શનાળા રોડ પર માર્કેટ યાર્ડના ખુણા પાસે યુવક તથા સાહેદ પોતાની નાસ્તાની લારીએ હોય ત્યારે આરોપીઓ પોતાની ગેરેઝ આગળ આવેલ ગટરનું ઢાંકણું તોડતા હોય જે ન તોડવા સમજાવતા આરોપીઓએ યુવક તથા સાહેદને લોખંડના સળિયા વડે મારમાર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા બાયપાસ રોડ પર આનંદનગર ડીલક્ષ પાન વાળી શેરી પાપાજી ફંવર્ડની બાજુમાં રહેતા હેમરાજભાઈ દીલીપભાઇ સરવૈયા (ઉ.વ.૩૦) એ આરોપી રમેશભાઈ વિરજીભાઈ પરમાર તથા મનસુખભાઇ વિરજીભાઈ પરમાર અને દયારામભાઈ વિરજીભાઈ પરમાર રહે. બધા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાહેદ પોતાની નાસ્તાની લારીએ હોય ત્યારે આરોપીઓ તેમના ગેરેઝ આગળ આવેલ ગટરનું ઢાંકણું તોડતા હોય જેથી તેમાથી નીકળતું ગંદું પાણીની દૂર્ગંધ આવેલ તે માટે ફરીયાદી તથા સાહેદ ગટર ન તોડવા સમજાવવા જતા આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ગાળો આપી જપાજપી કરી ઢીકાપાટુનો મુંઢમાર મારી તેમજ ફરીયાદીને લોખંડના સળિયા વડે ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.