મોરબીમાં યુવકને ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે માર માર્યો
મોરબી શહેરમાં રહેતા યુવક સાથે આરોપીઓએ જુની અદાવતનો ખાર રાખી યુવકને મોરબી સબ જેલ પાછળ બાલ મંદિર પાસે જાહેરમાં લોખંડના પાઇપ વડે મારમારી યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના મકરાણીવાસમા બ્રાહ્મણ ભોજનશાળા પાછળ રહેતા તોસીફભાઈ ઉર્ફે ચકો મહેબુબભાઈ બ્લોચ (ઉ.વ.૨૭) એ આરોપી મુસ્તુદાદુભાઇ દાવલીયા તથા તોફીકભાઇ રફીકભાઇ મકરાણી બંન્ને રહે. મકરાણીવાસ મોરબી તથા અનવરભાઇ મુસાભાઇ કુરેશી રહે,નાની બજાર મેડીકલ પાસે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદી સાથે જુની અદાવતનો ખાર રાખી મોરબી સબ જેલ પાછળ બાલ મંદિર પાસે જાહેરમાં ફરીયાદી પાસે આવી ફરીયાદીને ગાળો દેવા લાગતા ફરીયાદીએ ગાળો દેવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી સાથે જપા-જપી કરી ફરીયાદીને લોખંડના પાઇપ વડે માર મારી આરોપીએ છરી કાઢી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.