મોરબીમાં યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર બે શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી શહેરમાં રહેતા યુવકની બહેન તેના પિયરે રીસામણે હોય ત્યારે યુવકની પત્ની તેના ભાઈ સાથે વાત કરતી હોય ત્યારે ફોન યુવકને આપતા યુવકને બે શખ્સોએ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર આઇ.ટી.આઇ. કોલેજ સામે પાવર હાઉસ પાછળ રહેતા ભરતભાઇ રાજસીભાઈ માલદેવ (ઉ.વ.૩૬) એ આરોપી રાણાભાઈ લાભુભાઈ ચારણ તથા ભગીરથભાઈ લાભુભાઈ ચારણ રહે. બંન્ને દેવનલીયા ગામ મધ્યપ્રદેશવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની બહેન તેના પીયરે રીસામણે હોય ત્યારે ફરીયાદીના પત્ની તેના ભાઈ સાથે ફોનમાં વાત કરતા ફરીયાદીના પત્નીએ ફોન ફરીયાદિને આપતા આરોપીઓએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.