મોરબીમાં ‘યુથ પાર્લામેન્ટ’ અંતર્ગત આગામી 26 માર્ચે વકતૃત્વ સ્પર્ધા યોજાશે
૧૫ થી ૨૯ વયજુથ ધરાવતાં યુવક/યુવતીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે
મોરબી: રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી દ્વારા સંસાલિત તા.૨૬-૦૩-૨૦૨૫ના રોજ “યુથ પાર્લામેન્ટ“ નું આયોજન કરવામાં આવનાર છે. “યુથ પાર્લામેન્ટ” અંતર્ગત ૧૫ થી ૨૯ વર્ષની વયજુથ ધરાવતાં મોરબી જિલ્લાના રસ ધરવતાં યુવક – યુવતીઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે
જેમાં (૧) ભારતીય બંધારણના ૭૫ ગૌરવ શાળી વર્ષ (૨) વિકસીત ભારત @૨૦૪૭ (૩) “વન નેશન વન ઇલેક્શન: વિકસીત ભારત માટે મોકળો માર્ગ “ આ વિષય પર ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં પાંચ મિનિટની સમય મર્યાદામાં પોતાનું વકતવ્ય આપવાનું રહેશે. આ સ્પર્ધા માટે તા.૨૬-૦૩-૨૦૨૫ના રોજ સાર્થક વિદ્યામંદિર, મોરબી ખાતે સવારે ૧૧.૦૦ કલાકે ભાગ લેવા હાજર રહેવાનું રહેશ. રજિસ્ટ્રેશન માટે સ્પર્ધા સ્થળ ખાતે સવારે ૧૧:૦૦ થી ૧૧:૩૦ સુધીનો રહેશે.
રજિસ્ટ્રેશન સ્થળ પર આધાર કાર્ડ તથા બેંક પાસ બુક/ચેકની નકલ અચૂક જમા કરાવવાની રહેશે. સ્પર્ધામાં વિજેતા ક્ર્માંક પ્રથમ, દ્રિતિય, તૃતીય તથા સાત આશ્વાસન પુરસ્કાર આપવવામાં આવશે. તેવુ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.