મોરબીમાં યુવકને ત્રણ શખ્સોએ પાઈપ વડે મારમાર્યો
મોરબી: મોરબીમાં આરોપીએ યુવકને કહેલ કેમ મારા ભાઈએ આપેલ ચેક બાઉન્સ કરાવેલ છે તે બાબતનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો મુંઢમાર મારી લોખંડના પાઇપ વડે ઈજા કરી હતી જેથી ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ કારીયા સોસાયટી મામાદેવના મંદિર પાસે રહેતા આદિલભાઈ ગફારભાઈ સોલંકી (ઉ.વ.૨૮) એ આરોપી અલીભાઈ આરીફભાઈ કાસમાણી, તોફીક આરીફભાઈ કાસમાણી અને સમીર આરીફભાઈ કાસમાણી રહે. બધા રણછોડનગર પાછળ રીધ્ધી પાર્ક ગોસીયા મંજીલ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૭-૦૫-૨૦૨૪ ના રોજ આરોપી અલીભાઈએ ફરીયાદિને કહેલ કે તે કેમ મારા ભાઇએ આપેલ ચેક બાઉન્સ કરાવેલ છે અને તે બાબતે ખાર રાખી ફરીયાદિ સાથે બોલાચાલી કરી ભુંડા બોલી ગાળો આપેલ અને ત્યારે આ કામે આરોપી તોફીક તથા આરોપી સમીરએ આવીને ફરીયાદિને ઢીકા પાટુનો માર મારી આરોપી તોફિકએ ફરીયાદિને લોખડના પાઇપ વડે પગના ભાગે એક ઘા મારેલ અને પગે તથા શરીરે મૂઢ ઇજા કરી હતી જેથી ભોગ બનનાર આદીલભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪, ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.