મોરબીમાં યુવકને એક શખ્સે આપી જાનથી મારી નાંખવાની ધમકી
મોરબી: મોરબીમાં એક શખ્સે યુવકને ફોન કરી ગાળો આપી તમે તૈયારીમાં રહેજો તેવી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં સોમનાથ સોસાયટી શેરી નં -૦૧ પ્લોટ નં -૨૯ સરદારબાગ પાછળ રહેતા ભાવિનભાઈ ભાઈચંદભાઇ ખંધડીયા (ઉ.વ.૪૫) એ આરોપી અમીતભાઈ દેવાભાઈ અવાડીયા રહે. ધર્મસૃષ્ટી સોસાયટી બાયપાસ રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૯-૦૫-૨૦૨૪ ના રોજ ફરીયાદી પોતાના ઘરની બાજુમાં આવેલ તેમની ઓફીસે બેઠેલ હતા ત્યારે આરોપીએ તેના મોબાઈલ નંબર ઉપરથી ફરીયાદીને ફોન કરી ભુંડી ગાળો બોલી તમે તમારી તૈયારી રહેજો તેવી જાનથી મારી નાંખવાની ગર્ભીત ધમકી આપી હતી જેથી ભોગ બનનાર ભાવિનભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૫૦૪-૫૦૬(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.