Friday, September 20, 2024

મોરબીમાં વર્લ્ડકપ મેચની ટીકીટની લાલચ આપી વેપારી પાસેથી 65 હજાર પડાવ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં વેપારીને ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપ મેચની ટીકીટ બુક કરાવી દેવાની લાલચ આપી વેપારી યુવક પાસેથી ૬૫૦૦૦ રૂપિયા પડાવી છેતરપિંડી કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ પ્રતીકભાઈ દીક્ષીતભાઈ પંડ્યા (ઉ.વ‌.૩૬) રહે. ૪૦૧ ધ- ગાર્ડન પેલેસ ઘુનડા રોડ રવાપર ગામ મોરબીવાળાએ આરોપી Vishwas-shuklaa ઈન્સટા આઈ.ડી. અને યુ.પી.આઇ આઇ.ડીના ધારક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને વિશ્વાસ શુક્લા નામના ઇન્સટાગ્રામ આઇ.ડીના મો.નં-૮૫૧૧૯ ૭૫૧૭૯ વાળાએ ઇન્ડીયા-ઓસ્ટ્રેલીયા વર્લ્ડ કપ ફાઇનલ મેચ જોવા માટેની ટીકીટ બુક કરી આપવાની લાલચ આપી વિશ્વાસમા કેળવી ફરીયાદી પાસેથી પ્રથમ રૂ.૬૦૦૦/- બાદ કટકે કટકે કુલ રૂ.૭૨૦૦૦/- (vishwasshukiahz1991@okicici) વાળા યુ.પી.આઇ આઇ.ડીમા ટ્રાંસફર કરાવી મેળવી લઇ ફરીયાદિનો વિશ્વાસ જીતવા રૂ.૭૦૦૦/- ફરીયાદિને પરત કરી અને મેચની ટીકીટ નહી આપી કુલ રૂ.૬૫૦૦૦/- પડાવી લઇ ફરીયાદી સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર