મોરબીમાં વોટ્સએપ ચાલુ કરવાની લાલચ આપી યુવતી સાથે બે લાખની ઠગાઇ
મોરબીના શનાળા રોડ પર જયદીપ કંપનીની ઓફિસ ખાતે યુવતીને આરોપીએ વોટ્સએપ ચાલું કરાવી આપવાની લાલચ આપી યુવતીના મોબાઈલમાં ડેસ્ક નામની એપ ઇન્સ્ટોલ કરાવી યુવતીના એકાઉન્ટમાંથી બે લાખ રૂપિયા મેળવી લઈ છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર શ્રીજી સોસાયટીમાં રહેતા શિલ્પાબેન ચંદ્રકાંતભાઈ પોપટ (ઉ.વ.૩૩) એ આરોપી વોટ્સએપ નંબર ધારક તથા ત્રણ જુદા જુદા બેન્ક એકાઉન્ટ ધારક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદિને તેમનુ વોટ્સએપ ચાલુ કરાવી આપવાની લાલચ આપી ફરીયાદિના મોબાઇલમા એવલ ડેસ્ક નામની એપ્લિકેશન ઇસ્ટોલ કરાવી ફરીયાદિના મોબાઇલમા ડેબીટ કાર્ડ ગુગલ સ્કેન દ્રારા સ્કેન કરાવી ફરીયાદિના એચ.ડી.એફ.સી બેન્ક એકાઉન્ટ નં-૦૩૦૭૧૦ ૦૦૧૦૫૪૩૬ એકાઉન્ટમાથી કુલ રૂ. ૨,૦૦,૦૦૦/- જુદા જુદા બેંક એકાઉન્ટમાં આરોપીઓએ મેળવી લઇ ફરીયાદિ સાથે ઠગાઇ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.