મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે ફિનાઈલ ગટગટાવ્યું
મોરબી: મોરબીમા યુવકે આરોપી પાસેથી વ્યાજે રૂપિયા લિધેલ હોય જે રૂપીયાના બદલામાં યુવકે આરોપી ને છોટાહાથી આપેલ હોય જે ફરીયાદીને પરત આપવાનું કહેતા આરોપીએ રૂ.૩૫૦૦૦ હજારની પઠાણી ઉઘરાણી કરી ગાળો આપી રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે ફિનાઈલ પી લીધી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી વ્યાજખોર વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ યોગેશભાઈ ભરડીયાની સામે ઝુંપડામાં રહેતા અમીતભાઈ રમેશભાઈ કાનાણી (ઉ.વ.૧૯) એ આરોપી ભોલુ જારીયા રહે. રવાપર ઘુનડા રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧-૦૨-૨૦૨૪ ના રોજ સાંજના પોણા ચારેક વાગ્યાના અરસામાં ફરીયાદી એ આ કામના આરોપી પાસેથી રૂ.૨૫,૦૦૦/- ઉંચા વ્યાજે નાણા લીધેલ હોય જે રૂપીયાના બદલામાં આ કામના ફરીયાદીએ આરોપીને પોતાનુ ટાટા મેક્સી (છોટાહાથી) જીજે.૩૬.વી.૨૩૨૮ વાળુ આપેલ હોય અને ફરીયાદિએ લીધેલ રૂપીયા આરોપીને પરત આપવાનુ કહેતા આરોપીએ રૂ.૩૫,૦૦૦/- રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી ગાળો આપી અને રૂપીયા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીએ આરોપીના ત્રાસથી ફીનાઇલ પી લીધું હતી. જે બાદ યુવકે આરોપી વ્યાજખોર વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૮૪,૫૦૪,૫૦૬(૨), તથા મનીલેન્ડર્સ એક્ટ -૨૦૧૧ ની કલમ -૪૦,૪૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.