મોરબીમાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી યુવકને આપી જાનથી મારી નાખવાની ધમકી
મોરબીના સામાકાંઠે રહેતા યુવકે જે તે સમયે એક શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા લિધેલ હોય જે મૃત્યુ પામતા તેના ભાઈએ યુવકને ઓફિસે બોલાવી વ્યાજની ઉઘરાણી કરી યુવકને ગાળો આપી રૂબરૂ તથા ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે વિદ્યુતનગર પાછળ વિક્રમવાડી વિસ્તારમાં રહેતા હેમંતભાઈ ઘોઘાભાઈ સુરેલા (ઉ.વ.૩૨) એ આરોપી અશોકસિંહ ઉર્ફે બબભા બહાદુરસિંહ ઝાલા રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું ફરીયાદિએ આરોપીના મોટાભાઇ શકિતસિંહ બહાદુરસિંહ ઝાલા પાસેથી રૂપીયા ૪,૦૦,૦૦૦/- રૂપીયા ૩% વ્યાજે લિધેલ હોય બાદ તેઓ મરણ જતા આરોપી અશોકસિંહ ઉર્ફે બબભા ઝાલાએ પોતાના ભાઇએ આપેલ વ્યાજસહીતના રૂપીયા પાછા આપવા ફરીયાદિને પોતાની ઓફીસે બોલાવી તેમજ ફોન પર જેમફાવે તેમ ગાળો આપી પોતે એક મર્ડર કરેલ છે અને તેમાંથી છુટીને આવેલ છુ અને તારૂ મર્ડર કરતા વાર નહી લાગે તેમ કહી ફોન ઉપર તેમજ રૂબરૂમા જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.