Saturday, October 26, 2024

મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત; પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરોએ કાર પડાવી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં ફરીયાદીના દીકરા રવીરાજે આરોપી પાસેથી વ્યાજે રૂપિયા લિધેલ હોય જેની આરોપીઓએ પઠાણી ઉઘરાણી રૂપે ફરીયાદીની એમ.જી. હેકટર કાર બળજબરીથી પડાવી લીધી આરોપીઓએ ફરીયાદીની મંજૂરી વગર દસ્તાવેજ મેળવી આરટીઓ ટીટીઓ ફોર્મમાં સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી ફરીયાદી સાથે છેતરપિંડી કરવા બનાવટી દસ્તાવેજો સબમિટ કરી RTOની ઓનલાઇન અરજી કર્યા અંગેનો ડીસ્કલેમર રીપોર્ટ મેળવી મોરબી કોર્ટમા રજુ કરી ગુન્હો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મુળ મોરબી તાલુકાના માણેકવાડા ગામના વતની અને હાલ મોરબીના આલાપ રોડ અંજનીપાર્કમા રહેતા જગદીશભાઇ નરભેરામભાઈ દેત્રોજા (ઉ.વ.૪૫) એ આરોપી ભરત ઉર્ફે બીકે કાનજીભાઇ ચાવડા રહે. મોરબી રવાપર રોડ સદગુરુ સોસાયટી તથા પંકજ રામ કીશન કુમાર રહે. સુમીતનાથ સોસાયટી મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના દીકરા રવીરાજે આરોપી ભરત ઉર્ફે બીકે પાસેથી વ્યાજે રૂપિયા લિધેલ હોય જેની પઠાણી વ્યાજની ઉઘરાણી રૂપે આરોપીએ ફરીયાદીની માલિકીની એમ.જી.હેકટર કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬-આર-૨૨૨૨ વાળી ફરીયાદીના દિકરા રવીરાજ તથા પૃથ્વીરાજ પાસેથી બળજબરીથી પડાવી લીધી હતી.

તેમજ કારમાં રહેલ અસલ આરસી બુક, વિમા પોલીસી, તથા ફરીયાદીના આધારકાર્ડ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ્સની ફાઈલ હતી જે બાબતે રવીરાજે મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી ભરત ઉર્ફે બીકે વિરુદ્ધ પોલીસ ફરીયાદ કરતા પોલીસ આરોપી પાસેથી કાર કબ્જે કરેલ.

જે કબ્જે કરેલ કાર ફરીયાદીએ આરોપીઓને કોઈપણ પ્રકારની રોકડ રકમની લેવડ દેવડ કરી વેચાણ કરેલ નથી કે કાર ટ્રાન્સફર કરવા કોઈપણ પ્રકારના આરટીઓને લગતા ડોક્યુમેન્ટ ટીટીઓ ફોર્મમાં સહી કરી આપેલ ન હોવા છતાં આરોપીઓએ ફરીયાદીની મંજૂરી વગર ડોક્યુમેન્ટનો ખોટો દુરપયોગ કરી ખોટી સહીઓ કરી ખોટા દસ્તાવેજને સાચા આરટીઓ ટીટીઓ ફોર્મમાં સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી ફરીયાદી સાથે છેતરપિંડી કરવાના ઈરાદાથી આરોપી પંકજરામ નામે ફરીયાદીની કાર ટ્રાન્સફર કરવા આરટીઓમાં અરજી કરી બનાવટી દસ્તાવેજો સબમિટ કરી આરટીઓની ઓનલાઇન અરજી કર્યા અંગેનો ડીસ્કલેમર રીપોર્ટ મેળવી મોરબી કોર્ટમા રજુ કરી ગુન્હો કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર