મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત; બાળપણના મિત્ર અને અન્ય એક વ્યક્તિએ દશ લાખના પચ્ચીસ લાખ પડાવ્યા
રાજકોટમાં રહેતા યુવકને ધંધા માટે રૂપીયાની જરૂર પડતા યુવક તેના ભાઈના મિત્ર આરોપી સુનીલભાઈ દલસાણીયાનો સંપર્ક કરેલ જે તેમના બાળપણના મિત્ર હોય અને બંને બે વર્ષ સુધી ધ્રોલ તાલુકાની સ્કુલમા સુધી સાથે ભણેલ હોય જેથી તે ઓળતા હતા અને બાળપણના મિત્ર હતા તેમજ સુનીલભાઈ મારફતે અન્ય એક આરોપી વ્યક્તિનો સંપર્ક કરી યુવકના બાળપણના મિત્ર અને બીજા વ્યક્તિ એમ બંને વ્યાજખોરો પાસેથી 10 લાખ રૂપિયા વ્યાજે લીધેલ હોય જે વ્યાજ સહિત 25 લાખ ચુકવ્યા છતા આરોપીઓએ મૂળ રકમની ઉઘરાણી કરી વ્યાજ ન આપતા ગાળો આપી ધમકીઓ આપતા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ ટી.એન.રાવ કોલેજની સામે નંદભુમી એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં -૫૪૩ માં રહેતા અને ઇમ્પોર્ટ ઇક્ષપોર્ટ નો ધંધો કરતા વિકાસભાઈ ધરમશીભાઈ સાદરીયાએ આરોપી સુનીલભાઈ પ્રેમજીભાઈ દલસાણીયા રહે. રવાપર રોડ મોરબી તથા વિપુલભાઈ સવસેટા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી ઇમ્પોર્ટ ઇક્ષપોર્ટનો ધંધો કરતા હોય જેની ઓફિસ રાજકોટ ખાતે આવેલ હોય જેમને ધંધા માટે રૂપિયાની જરૂર પડતા તેમણે તેમના ભાઈના મિત્ર આરોપી સુનીલભાઈને રવાપર રોડ ખાતે મળેલ ત્યાં તેમની ઓળખાણ થતા બંને બાળપણના મિત્ર નીકળ્યા હતા અને તેમના બાળપણના મિત્ર સુનિલભાઈ દ્વારા આરોપી વિપુલભાઈનો સંપર્ક કરી ફરીયાદીએ બંને આરોપીઓ પાસેથી ૧૦, ૦૦,૦૦૦/- વ્યાજે લીધેલ જેની સામે ફરીયાદીએ અલગ અલગ તારીખે રોકડેથી , ગુગલ પે, નેટ બેન્કીંગ , આંગડીયા દ્રારા ૨૫,૧૩,૫૦૦ આરોપીઓને ચુકવી આપેલ તેમજ બંન્ને આરોપીઓને ત્રણ – ત્રણ કોરા ચેક આપેલ તેમ છતા વ્યાજની તથા મુળ રકમની ઉધરાણી કરતા હોય અને વ્યાજ ન આપે તો ફોન પર ગાળો આપી ધમકી આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
