મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી માર મારવાની ધમકી આપતા બે વ્યાજખોરો સામે ફરીયાદ
મોરબી શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે પઠાણી ઉઘરાણીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીમાં આધેડે મકાન ખરીદવા માટે વ્યાજખોરો પાસે વ્યાજે રૂપિયા લિધેલ હોય જે રૂપિયા મુડી તથા વ્યાજના રૂપિયા આપી દીધા હોવા છતાં આરોપીઓએ વધું રૂપિયાની માગણી કરી ફોન પર માર મારવાની ધમકી આપતા આધેડે બે વ્યાજખોરો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના કેશરીયા ગામના વતની અને હાલ મોરબીના પંચાસર રોડ પર શ્યામ સોસાયટીમાં રહેતા કમલેશભાઈ ઉર્ફે મહેશભાઈ માંડવીયા (ઉ.વ.૪૬) એ આરોપી હર્ષદભાઈ અમરશીભાઈ લીખીયા રહે. ઉમા ટાઉનશિપ મોરબી તથા લાલાભાઈ રહે. હરભોલે પાન મહેન્દ્રનગર મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને મકાન ખરીદવામાં રૂપિયાની જરૂરત હોય જેથી આરોપી હર્ષદભાઈ પાસેથી માસીક ૦૩ ટકા લેખે રૂા.૩,૦૦, ૦૦૦/- વ્યાજે લીધેલ હોય જેમાથી રૂપિયા ૩,૪૫,૦૦૦/- મુડી તથા વ્યાજના રૂપિયા ફરીયાદીએ પાછા આપેલ હોય તેમ છતા આરોપીએ ફરિયાદીને તેમની મોરબીના લક્ષ્મીનગય ગામના ગેટ પાસે દુકાને બોલાવી રૂપિયાની ઉઘરાણી કરી તેમજ રૂ.૧૦,૨૪,૩૫૦/- મુડી તેમજ વ્યાજના રૂપિયા ફરિયાદીને આપવાના બાકીનું લીસ્ટ ફરિયાદીના ફોનમાં વોટસેપમાં મોકલી બંને આરોપીઓએ વ્યાજે આપેલ રૂપિયાની બળજબરીથી ઉઘરાણી કરી માર મારવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.