મોરબીમાં વ્યાજખોરી ક્યારે અટકશે: વૃદ્ધને બે વ્યાજખોરોએ આપી જાનથી મારી નાખવાની ધમકી
મોરબીમાં વ્યાજખોરો તેમની હરકતોથી બાઝ નથી આવી રહ્યા ત્યારે મોરબીમાં વૃદ્ધના દિકરાને બે વ્યાજખોરોએ ઉંચા વ્યાજે નાણાં આપેલ હોય જે વૃદ્ધે વ્યાજ સહિત મુદલ રકમ આપી દિધેલ હોવા છતાં બળજબરી પૂર્વક ચેકો લખાવી પઠાણી ઉઘરાણી કરી વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી આપનાર બે શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ગોલ્ડન માર્કેટની પાછળ ઉમા પેલેસ બ્લોક નં -૭૦૧મા રહેતા રતીલાલ હરખજીભાઈ ફેફર (ઉ.વ.૬૨) એ આરોપી નરેન્દ્રભાઇ રઘુવીરભાઈ રામાનુજ રહે. ઓમશાંતિ સ્કૂલની પાછળ તથા વિજયભાઈ વશરામભાઇ હુંબલ રહે. મોટા દહીસરા તા. માળીયા (મી)વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીઓએ ફરીયાદિના દિકરાને ઉંચા વ્યાજે નાણાધીરી ફરીયાદિએ વ્યાજ સહીત મુદલ રકમ પરત આપી દીધેલ હોવા છતા બળજબરી પુર્વક ચેકો લખાવી લઇ આરોપીઓએ વ્યાજના રૂપીયાની બળજરી પુર્વક ઉઘરાણી કરી ગાળો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.