મોરબીમાં વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસે તળે જેલ હવાલે કરાયો
મોરબી શહેરમાં અવારનવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે ડીટેઈન કરી સુરત લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ મેહુલભાઇ ઉર્ફે માધવ લાખાભાઇ ઝીલરીયા રહે.રવાપર ગામ ઝાપા પાસે શીવમંદીર સામે મોરબી વાળા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને સુરત લાજપોર જેલ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.