મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત; ત્રણ શખ્સોએ પાટીદાર યુવાનની જમીન પડાવી
મોરબીમાં વ્યાજખોરોએ માજા મુક્યા છે પોલીસ દ્વારા અનેક વખત કરવામાં આવેલ લોકદરબારનુ કાંઈ ઉપજી નથી રહ્યું વ્યાજખોરો પોતાની લુખી પહેલા જેમ જ ચલાવી રહ્યા છે ત્યારે મોરબીમાં રહેતા યુવકે વ્યાજખોરોને વ્યાજ સહિત મુદલ પણ આપી દિધું હોવા છતાં ત્રણ શખ્સોએ મોતનો ભય બતાવી જમીન પડાવી હજું પણ જાનથી મારી નાખવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના માણેકવાડા ગામના વતની અને હાલ મોરબીના આલાપ રોડ પર અંજનીપાર્કમા રહેતા રવિરાજ જગદીશભાઇ દેત્રોજા (ઉ.વ.૨૨) એ આરોપી ભાવેશભાઇ હરીભાઇ દેવાયતકા રહે.નાની વાવડી તા.જી.મોરબી, જયદિપભાઇ બાબુભાઇ બસીયા રહે.રાજકોટ જકાતનાકા, રાજેશભાઇ લાખાભાઇ સોઢીયા રહે.કુંતાશી તા.જી.મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ૨,૦૦,૦૦૦/-લીધેલ હોય જેનુ અલગ અલગ તારીખ સમયે આરોપીઓને રૂપીયા -૧૩,૦૦,૦૦૦/- વ્યાજ ચુકતે કરેલ તેમ છતા ઉંચુ વ્યાજ તથા મુળ રકમ સહીત કુલ રૂપીયા-૨૨,૦૦,૦૦૦/-ચુકતે કરી દીધેલ હોવા છતા આરોપીઓએ ફરીયાદી પાસે મુડી વ્યાજ સહીત રૂપીયા-૨૨,૦૦,૦૦૦/-બળજબમરીથી કઢાવી લેવા મોત નિપજાવાવના ભયમા મુકી બળજબરીથી ફરીયાદીની માણેકવાડા ગામની સીમમાં આવેલ જમીનનુ લખાણ કરાવી સોદાખત કરાવી લઇ તેમજ બે કોરા ચેક લઇ લઇ રૂપીયા કઢાવવા સારૂ પઠાણી ઉઘરાણી કરી અવાર નવાર ફોન પર તેમજ રૂપિયાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.