મોરબીમા વ્યાજખોરોના ત્રાસથી યુવક લાપત્તા
મોરબી: મોરબીમાં યુવકે વ્યાજે રૂપિયા લિધેલ હોય જેથી વ્યાજખોરો અવરનવર ધમકીઓ આપતા યુવક ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી જઈ આજ સુધી પરત ન આવત મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુમસુધાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ વિધુતનગર મીલેનીયમ હાઇટસમા રહેતા અને વેપાર કરતા ઉત્તમભાઈ શૈલેષભાઈ દેથરીયા (ઉ.વ.૨૩)એ વ્યાજે પૈસા લીધેલ હોય જેથી વ્યાજખોરો ધમકી આપતા હોય જેથી કંટાળી જઈ તા.૧૭-૦૪-૨૦૨૪ ના રોજ કોઈને કહ્યા વગર ઘરેથી ચાલ્યા જતા આજદીન સુધી ઘરે પરત નહી આવતા શૈલેષભાઈ ડાયાભાઇ દેથરીયાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરીયાદ નોંધાવી છે.