મોરબીમા વૃદ્ધ પર એક શખ્સનો છરી વડે હુમલો
મોરબી: મોરબીમાં વૃદ્ધ અને આરોપીને જમીન બાબતે જુની તકરાર ચાલતી હોય તે બાબતનો ખાર રાખી મોરબીના વાવડી રોડ મીરા પાર્કના નાકે બહુચર પાન પાસે વૃદ્ધ પર આરોપીએ છરી વડે હુમલો કરી છરી વડે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર વૃદ્ધે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકા ગુંગણ ગામના વતની અને હાલ મોરબીના વાવડી રોડ પર આવેલ મીરાપાર્ક શેરી નં-૦૩ માં રહેતા કરણસિંહ રવુભા જાડેજા (ઉ.વ.૬૩) એ આરોપી વિક્રમસિંહ મીઠુભા જાડેજા રહે. નવલખી રોડ યમુનાનગર સોસાયટી મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૬-૨૦૨૪ ના રોજ રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં ફરીયાદી તથા આરોપી ને વડીલો પાર્જીત જમીન બાબતે જુની તકરાર ચાલતી હોય તે બાબતે આરોપીએ ફરીયાદી તેમજ સાહેદ સાથે પોતાના વડીલો પાર્જીત જમીન બાબતે જપા જપી તેમજ ગાળા ગાળી કરી તેમજ ઢીકા પાટુનો માર મારી નીચે પછાડી દઇ પોતાના એક્ટીવા માથી છરી કાઢી ફરીયાદીને હોઠ ઉપર છરી ના છરકા મારેલ તેમજ માથાના ભાગે ડાબી સાઇડ મા પણ છરી વડે છરકા મારેલ તથા સાહેદ ને જમણાના હાથની પહેલી આંગળીમા છરીનો છરકો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર કરણસિંહ એ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨), જી.પી. એક્ટ કલમ -૧૩૫ નવા કાયદા મુજબ BNS ક.(૧૧૫(૨),૩૫૨,૩૫૧(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
