મોરબીમાં વૃદ્ધના પુત્રને માર મારી તેની ચપલની લારીને ચાર-પાંચ શખ્સોએ ફુકી આગ
મોરબી: મોરબીના સામા કાંઠે રામકૃષ્ણનગરમા વૃદ્ધના દિકરા સાથે આરોપીઓને ફોન પર બોલાચાલી થયેલ હોય જેથી આરોપીઓ ઘરે આવી વૃદ્ધના દિકરાને ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમજ વૃદ્ધના બીજા દિકરા સાથે હોસ્પિટલમાં માથાકુટ કરી વૃદ્ધના ઘરે જીઈ શેરીમાં રાખેલ ચપલની લારીને આગ લગાડી નુકસાન કર્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે રામકૃષ્ણનગર જે -૬ માં રહેતા ગૌરીબેન મનુભાઈ ડુંગરા (ઉ.વ.૬૦) એ આરોપી વેલાભાઈ રાવળ તથા જયુભા દરબાર રહે. બંને મોરબી તથા અજાણ્યા બે – ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૩-૦૪-૨૦૨૪ ના રોજ સાંજના ફરીયાદીના દિકરા સાથે આરોપી વેલાભાઈ તથા જયુભાને ફોન ઉપર કોઈ બાબતે બોલાચાલી થયેલ હોય જેથી બંને આરોપી ઘરે આવી ફરીયાદીના દિકરા નવઘણના પેટમાં મુક્કા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમજ ફરીયાદીના દિકરા કારૂને મોટરસાયકલ સ્લીપ થતા પગમા ઈજા થતા સારવારમા લઈ જતા તે સમયે પણ બોલાચાલી બિભત્સ ગાળો આપી તેમજ સારવારમા દાખલ કરતા દવાખાને પાછળ જઈ આરોપી જયુભા તથા તેની સાથે બીજા બે-ત્રણ મિત્રોએ ફરી વખત હોસ્પીટલ જઈ માથાકુટ કરી ફરીયાદીને કહેલ કે, તારા ઘરે જઈ જોઈ લે તેમ કહી આરોપી વેલાભાઈ તથા જયુભા તથા તેની સાથેના બે-ત્રણ મિત્રો ફરીયાદીના ઘરે જઈ ફરીયાદીના પતીને નવઘણ બાબતે પુછપરછ કરતા નવઘણ ઘરે હાજર નહી હોવાથી ફરીયાદીના ઘરની બહાર શેરીમા રાખેલ ચંપલની લારીને આગ લગાડી સળગાવી નુકશાન કર્યું હતું જેથી ભોગ બનનાર ગૌરીબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૩,૫૦૪, ૫૦૬(૨), ૪૩૫,૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.