Saturday, September 21, 2024

મોરબીમાં વિવિધ ગેસ એજન્સી અને દુકાનોમાં પુરવઠા ટીમના દરોડા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

૩૬૯ ગેસ સીલીન્ડર સહિતનો મુદામાલ સીઝ 

મોરબી જીલ્લામાં આવેલ વિવિધ ગેસ એજન્સી અને દુકાનમાં ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે ગેસનો વેપલો ચાલતો હોવાની ફરિયાદોને પગલે પુરવઠા વિભાગની ટીમે રેડ કરી હતી અને ત્રણ સ્થળેથી ૩૬૯ ગેસ સીલીન્ડરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે તો એક એજન્સીમાં ૧૫૫૩ કોમર્શીયલ સીલીન્ડરની ઘટ સામે આવતા ૭ લાખ ઉપરનો દંડ ફટકારાય તેવી માહિતી પુરવઠા વિભાગ પાસેથી પ્રાપ્ત થઇ છે.

પુરવઠા કચેરી ગાંધીનગર અને મોરબીની ટીમ દ્વારા આજે મોરબી જીલ્લામાં આવેલ ગેસ એજન્સીઓ અને દુકાનોમાં દરોડા કરવામાં આવ્યા હતા જ્યાં ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે LPG ગેસનો વેપલો કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં રાધે ગેસ એજન્સી ખાતેથી ૧૭૫ સીલીન્ડર સહીત કુલ રૂ ૨,૨૩,૫૨૦ નો મુદામાલ સીઝ કરાયો હતો કાવ્યા ગેસ એજન્સીમાંથી ૪૩ સીલીન્ડર સહીત કુલ રૂ ૬૦,૦૩૦ ની કિમતનો મુદામાલ સીઝ કરાયો છે તેમજ ભગવતી એન્ટરપ્રાઈઝમાંથી ૧૫૧ ગેસ સીલીન્ડર સહીત કુલ રૂ ૧,૯૭,૦૫૦ નો મુદામાલ સીઝ કરવામાં આવ્યો હતો.

તે ઉપરાંત સંતવાણી ઇન્ડેન ગેસ એજન્સીમાં ૫ કિલો નેટ વજનના ૧૫૫૩ કોમર્શીયલ સીલીન્ડરની ઘટ મળતા ૭ લાખથી ઉપરનો દંડ કરાય તેવી માહિતી પ્રાપ્ત થઇ છે પુરવઠા વિભાગની કામગીરીને પગલે ગેરકાયદે એલપીજી ગેસનો વેપલો કરનાર દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે જે કામગીરીમાં જીલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા અને મદદનીશ નિયામક રોહિતગીરી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ટીમે કામગીરી કરી હતી અને સઘન તપાસ કામગીરી ચાલતી હોવાનું જણાવ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર