મોરબીમાં વિવિધ કચેરીઓમાં વિકાસ સપ્તાહ નિમિતે શપથ ગ્રહણ કરાયા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મોરબી જિલ્લાના અધિકારીઓ- કર્મચારીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા.
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે હળવદ નગરપાલિકા, મોરબી શહેર મામલતદારની કચેરી અને મોરબી ગ્રામ્ય મામલતદારની કચેરી ખાતે અધિકારીઓએ અને કર્મચારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી https://pledge.mygov.in/bharat-vikas/ આ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં નાગરિકો પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ નિઃશુલ્ક રીતે મેળવી શકશે.