મોરબીમાં સાસરીયા પક્ષના ત્રાસથી કંટાળી યુવકનો આપઘાત
મોરબીના વીસીપરામા રહેતા યુવકની પત્ની રીસામણે બેઠેલ હોય અને યુવકના સાસુ તથા સાળા પરિણીતાને સાસરિયામાં મોકલતા ન હોય અને નવુ મકાન લેવા દબાણ કરી ખોટી રીતે ટોર્ચર કરતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બનાવ અંગે મૃતકની માતાએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રાજચરાડી ગામના વતની અને હાલ મોરબીના વિસીપરા સૌરાષ્ટ્ર ટાઇલ્સ નળીયાના કારખાનાની ઓરડીમાં રહેતા ગીતાબેન કાંતિભાઈ સોલંકી (ઉ.વ.૪૫) એ આરોપી દેવાભાઇ જગદીશભાઇ ડાભી તથા હંસાબેન જગદીશભાઇ ડાભી રહે. બંને શક્તિપરા હસનપરા તા. વાંકાનેરવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના દિકરા રાજેશના લગ્ન આરોપીની દિકરી પુજાબેન સાથે દોઢેક વર્ષથી કરેલ હોય અને પુજાબેન હાલમા તેના પિયર માતાપિતાના ઘેર રીસામણે હોય અવારનવાર તેડવા જવા છતા પુજાબેનને સાસરીમા મોકલતા ન હોય અને ખોટી ચડામણી કરી બીજુ મકાન લેવા માટે દબાણ કરી રાજેશને ખોટી રીતે ટોર્ચર કરી હેરાન પરેશાન કરી મોબાઈલ ફોન દ્રારા રાજેશના સાળા આરોપી દેવાભાઈએ તથા તેના સાસુ હંસાબેનએ બિભત્સ ગાળો આપી ધમકાવી ડરાવી મરવા મજબુર કરતા રાજેશભાઈએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા રાજેશભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકની માતાએ આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.