મોરબી: વિદેશી દારૂની ત્રણ બાટલી સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ગલી ખાંચે દારૂના તેમજ મુખ્ય માર્ગો પર જ્યાં જોઈએ ત્યાં દારૂની હોમ ડીલવરી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના શકત શનાળા પાસે મુરલીધર હોટલ નજીકથી વિદેશી દારૂની ત્રણ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના શકત શનાળા પાસે મુરલીધર હોટલ નજીકથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ. ૯૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી વિકીભાઇ નારણભાઇ નાટડા (ઉ.વ.૨૩) રહે. મોરબી શકતશનાળા મુરલીધર હોટલ પાસે મુળરહે. કુંતાસી તા.માળીયા(મી) વાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.