યુપીએસસી મોક ટેસ્ટના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ પણ યોજાશે
મોરબી : જે સાહસ કરી શકે, નવું સર્જન કરી શકે, જેના લક્ષ્યો ઊંચા હોય અને જે નેતૃત્વના ગુણોથી સભર હોય તે એટલે યુવાન…સમાજના સર્વાંગી વિકાસમાં યુવાનોની ભૂમિકાના મહત્વ ઉપર ચિંતન મનન કરવા માટે વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા પ્રથમવાર વરિયા પ્રજાપતિ યુવા સંમેલનનું આગામી રવિવારે આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા સામાકાંઠે જિલ્લા સેવા સદન પાછળ આવેલા રેમન્ડ પાર્ટી પ્લોટ ખાતે તા.10 નવેમ્બરને રવિવારના રોજ સાંજે 4 કલાકે સમાજના યુવાનોનું યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વક્તા તરીકે જાણીતા એવા જય વસાવડા વક્તવ્ય આપવાના છે. આ વેળાએ યુપીએસસી મોક ટેસ્ટના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ પણ યોજાશે. કાર્યક્રમ પૂર્ણ થયે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત કાર્યક્રમમાં સમાજની ડિજિટલ બિઝનેસ ડિરેકટરી માટે કાર્યક્રમના સ્થળેથી ડેટા કલેક્ટ કરવામાં આવશે. આ સમારોહમાં અધ્યક્ષ સ્થાને મિટ્ટી કુલના પ્રણેતા મનસુખભાઇ પ્રજાપતિ તેમજ મુખ્ય અતિથિ તરીકે મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ ઉપસ્થિત રહેશે.
આ યુવા સંમેલનને લઈને જાણીતા વક્તા જય વસાવડાએ ખાસ ફ્રાન્સથી વિડીયો સંદેશ આપ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે તેઓ ફ્રાન્સથી સીધા આ યુવા સંમેલનમાં આવવાના છે. જેમાં તેઓ કરિયર, જ્ઞાન, લાઈફ વિશે વાત કરવાના છે. તેઓએ ઉમેર્યું કે જો હું પુસ્તકોની આંગળી પકડીને, શિક્ષણની તાલીમ લઈને, મા બાપ પાસેથી કેળવણી લઇને અહીં સુધી પહોંચી ગયો તો તમે કેમ ન પહોંચો ? તમે કેમ પહોંચો તેના વિશે જ વાત કરવાની છે. સક્સેસ કેવી રીતે મળે ? કરિયર કેવી રીતે બને ? આવતીકાલના જીવનમાં શિક્ષણનો શુ રોલ હશે ? આ બધી વાતો યુવા સંમેલનમાં કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના પ્રમુખ ગોકળભાઇ ભોરણીયા અને કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ વામજા દ્વારા હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વરિયા પ્રજાપતિ સમાજના તમામ યુવાનો અને યુવતિઓ યુવા સંમેલનમાં હોંશભેર ભાગ લ્યે તે માટે સમાજના આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.
મોરબી: મોરબી શહેરમાં લાભ પાંચમ બાદ ધંધા રોજગાર ખુલતા ફરી મોરબી શહેરના રોડ રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે.
ત્યારે સવારે મોરબી રાજકોટ હાઇવે પર શનાળા રોડ પર બાયપાસ પાસે ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારે બપોરના બે વાગ્યાના સમયે માળીયા ફાટકથી ટીંબડી પાટીયા સુધી ટ્રાફિક જામ સર્જાયો...
મોરબી : મોરબી જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૩ વર્ષ દરમિયાન પ્રતિવર્ષ જલારામ જયંતિના પાવન પર્વ નિમિતે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી ઉજવણી કરવામાં આવે છે. આ વખતે એસટી વિભાગના મહિલા કંડકટરના હસ્તે કેક કટિંગ કરવામાં આવ્યું હતું.
મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે આજે તારીખ ૮ શુક્રવારના રોજ જલારામ જયંતિ...
મોરબી શહેરમાં વીસીપરા રોડ, શનાળા સેડ, વાવડી રોડ, લીલાપર રોડ, લાતી પ્લોટ તેમજ અનેક વિસ્તારોમાં - અંધાર પટ છે પુલ ઉપર અને નીચે પુલ ઉપરની લાઇટ બંધ હોવાથી ત્યાં એકસીડન્ટ અને ચોરી લુંટફાટ ના બનાવ બને તેવા ભય છે. તેથી તમાંમ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા પ્રજા વતી મોરબી...