Sunday, October 20, 2024

મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ડીડીઓ જે. એસ. પ્રજાપતિએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું

મોરબી : મોરબીમાં જિલ્લા સેવા સદન પાછળ આવેલા રેમંડ પાર્ટી પ્લોટ ખાતે ગત તારીખ 15 જૂન ને શનિવારના રોજ મોરબી, માળિયા, ટંકારા અને હળવદમાં વસતા વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ધોરણ 1 થી કોલેજ સુધીના 82 જેટલાં વિદ્યાર્થી તેમજ રમત ગમત ક્ષેત્રે વિશેષ્ટ સિદ્ધિ પામેલા વિદ્યાર્થી અને સ્પર્ધામાં વિજેતા થયેલા 40 જેટલાં યુવક-યુવતીઓ અને બાળકોને સન્માનિત કરાયા હતા.

કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના બાળકો દ્વારા ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રભાવના જાગૃતિના પ્રેરણાત્મક કાર્યક્રમો રજુ કરાયા હતા. વિદ્યાર્થી સન્માન સમારોહમાં ધોરણ 10, 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને રનિંગ શિલ્ડ આપી વિશેષ સન્માનિત કરાયા હતા. સમાજના દાતાઓના સહયોગથી સન્માનિત વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપયોગી કીટ અને રોકડ પુરસ્કાર અને શિક્ષણ સમિતિ દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરાયા હતા.

પ્રાસંગિક ઉદબોધનમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ, ડે. કલેક્ટર સુશીલ પરમાર અને આરટીઓ અધિકારી રોહિત પ્રજાપતિએ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સિવિલ સર્વિસ પરીક્ષાઓની તૈયારી અને પદ્ધતિ પર વિસ્તૃત માર્ગદર્શન આપી દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ- મોરબીના યુવા કાર્યકર્તાઓએ જેહમત ઉઠાવી હતી.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિસ ડે. કલેક્ટર શુશીલ પ્રજાપતિ, આરટીઓ અધિકારી રોહિત પ્રજાપતિ, જેટકો એન્જિનિયર ચેતનભાઈ ધરોડીયા, મોરબી જેલ અધિક્ષક ડી. એમ. ગોહિલ, જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો. પ્રવીણભાઈ વડાવિયા, મેડિકલ ઓફિસર ચેતનભાઈ વારેવડીયા, તેમજ થાનગઢ વાંકાનેર, રાજકોટના પ્રજાપતિ સમાજના આગેવાનો અને દરેક ગામની શિક્ષણ સમિતિના સભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર