મોરબીમાં સરપ્રાઈઝ વાહન ચેકીંગમા 13 વાહનો ડીટેઈન,18 વાહન ચાલકો સામે ગુન્હો દાખલ
મોરબી જીલ્લામાં સરપ્રાઈઝ વાહન ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત કડક કાર્યવાહી કરી મોરબી જીલ્લા પોલીસ દ્વારા ૪૫૦ વાહનો ચેક કરવામાં આવ્યા હતા જેમાં ૧૩ મોટા વાહનો ડીટેઈન કરી તેમજ રોંગ સાઈડ અને વધુ સ્પીડમાં જતા ૧૮ વાહનચાલકો સામે ફોજદારી ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મોરબી જીલ્લામાં ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી માટે ભારે વાહનોની સરપ્રાઈઝ વાહન ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરાયું હતું જે વાહન ચેકિંગ ડ્રાઈવ દરમિયાન કુલ ૪૫૦ વાહનો ચેક કર્યા હતા જેમાં નંબર પ્લેટ વગરના ૧૩ મોટા વાહન ડીટેઈન, રોંગ સાઈડ/વધુ ગતિથી ચલાવતા વાહનચાલકો વિરુદ્ધ ૧૮ ફોજદારી ગુના નોંધવામાં આવ્યા હતા. લાયસન્સ ના હોય તેવા ૨૭ વાહનચાલકો પાસેથી સમાધાન શુલ્ક વસુલવામાં આવી હતી અને વાહનના કાગળો ના હોય તેવા ૨૬ ભારે વાહન ચાલકો પાસેથી સમાધાન શુલ્ક કેસો કરવામાં આવ્યા હતા તે ઉપરાંત HSRP નંબર પ્લેટ વગરના અને તૂટેલી નંબર પ્લેટ સહિતના ૪૦ વાહનચાલકો સામે કેસ કરવામાં આવ્યા હતા બે કલાકના સરપ્રાઈઝ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન કુલ રૂ ૬૨,૩૦૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો.