મોરબીમાં વધુ એક “પાપાજી ફન વર્લ્ડ” ગેમઝોનના સંચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી: રાજકોટ અગ્નિકાંડબાદ મોરબી જીલ્લા તંત્ર જાગ્યું છે અને તપાસ હાથ ધરી છે ત્યારે ગઈ કાલે બે લેવલ અપ અને થ્રીલ એન્ડ ચીલ ગેમઝોન વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યા હતો ત્યારે આજે મોરબી સર્કલ ઓફિસરએ લાયસન્સ વગર ચાલતા પાપાજી ફન વર્લ્ડ ગેમઝોનના સંચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુન્હો નોંધાવ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી મામલતદાર કચેરીમાં મોરબી શહેર સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા આકાશકુમાર મહાદેવભાઈ પાવરાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે મોરબી કંડલા બાયપાસ હાઈવે રોડ ઉપર આવેલ પાપાજી ફન વર્લ્ડ ગેમઝોન ચલાવતા હોય જે ગેમઝોનમાં માણસોની જીંદગીની સલામતી માટેના નિયમ મુજબના કોઇ સાધનો નહી રાખી બેદરકારી રાખી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ગેમઝોન લાયસન્સ વગર ચલાવતા હોય જેથી આકાશભાઈ મહાદેવભાઈ પાવરાએ ગેમઝોન સંચાલક પ્રવીણભાઈ આર. હદવાણી રહે. દુર્લભ પાર્ટી પ્લોટ ભક્તિનગર સર્કલ કંડલા બાયપાસ રોડ મોરબીવાળા વિરુદ્ધ ઈપીકો કલમ -૩૩૬ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૧(એ) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.